મોરબી જિલ્લામાં લોકસભા ચૂંટણીને પગલે હથિયાર જમા કરાવી દેવા જાહેરનામું

- text


હથિયાર પરવાનેદારોને અઢી મહિના સુધી હથિયાર વગર સૂનું સૂનું લાગશે : 6 જૂન બાદ હથિયાર પરત મળશે

મોરબી : લોકસભા ચૂંટણી જાહેર થતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા હથિયાર બંધી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી તમામ હથિયાર પરવાનેદારોને સાત દિવસમાં હથિયાર જમા કરાવી દેવા આદેશ કરવામાં આવ્યો છે, જેથી કમરે ફટકડી લટકાવીને રખડતા ફટાકડીની શોખીનોને આગામી 6 જૂન એટલે કે અંદાજે અઢી મહિના સુધી હથિયાર વગર ફરવું પડશે.

આગામી તા.મી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીને પગલે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરીએ હથિયાર બંધી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે અન્વયે મોરબી જિલ્લામાં હથિયાર પરવાના ધરાવતા તમામને દિવસ સાતમા સંબંધિત પોલીસસ્ટેશનમાં હથિયાર જમા કરાવી દેવા આદેશ કર્યો છે, આગામી તા.6 જૂન બાદ આ હથિયાર પરવાનેદારોને પરત મળશે.આ જાહેરનામા મુજબ પોલીસ સિક્યુરિટી ગનમેન સહિતનાઓને મુક્તિ આપવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text