મોરબીના સીમાડે આવેલા દુધઈ ગામના નાગરિકોએ ચૂંટણીનો બહિષ્કારકર્યો

- text


ગામમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાથી ગામના તમામ લોકોએ લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરવા નિર્ણય કર્યો

જામનગર : મોરબી જિલ્લાના સીમાડે આવેલા જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના દુધઈ ગામના નાગરિકોએ વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોય આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરવા નિર્ણય કરી ચૂંટણીનો બહિષ્કાર કરતા આગામી દિવસોમાં રાજકીયપક્ષો અને અધિકારીઓને દોડધામ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

જોડિયા તાલુકાના દુધઈ ગામમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાથી ગામના તમામ લોકોએ સહમતીથી જ્યાં સુધી સુવિધાઓ ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી લોકસભા ચૂંટણી ઉપરાંત તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ગામ લોકોનું કહેવું છે કે વર્ષોથી ગામમાં કોઈપણ વિકાસના કાર્યો થયા નથી. પાણીનો યોગ્ય નિકાલ નથી, સ્ટ્રીટ લાઈટ નથી, ગટર, પીવાના પાણીની સુવિધા નથી, નેશનલ હાઈવેના કામમાં કપાતમાં ગયેલી ગામની મિલકતનું યોગ્ય વળતર મળેલ નથી અને ખેડૂતો માટે બનાવેલી 8 વર્ષ જુની કેનાલમાં પાણી પણ આવતું નથી. જેથી ગામના રહીશો દ્વારા જ્યાં સુધી આ તમામ સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી મત આપવા ન જવાનું નક્કી કર્યું છે. ગામની અંદાજિત 2 હજારની વસતીએ મતદાનનો બહિષ્કાર કરી દેતાં રાજકીય પક્ષો પણ ચિંતામાં મૂકાયા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text