મોરબીમાં તા.21મી માર્ચે પ્રાકૃતિક ખેતી શિબિર યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા તથા આવી ખેતી કરતા લોકોને પ્રોત્સાહન આપવા તથા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા મોરબી ખાતે આગામી તા.21મી માર્ચના રોજ પ્રાકૃતિક ખેતી વિષયક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 21 માર્ચ ને ગુરુવારના રોજ મધૂરમ ફાઉન્ડેશન, મોરબી દ્વારા કૃષિવિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી માટેની શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા લોકો ભાગ લઈ શકશે. સવારે 9 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી શિબિર ચાલશે. ત્યારબાદ બપોરે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ શિબિરમાં ભાગ લેવા માટે મો.નં. 9426232400 પર ફોન કે વોટસએપ દ્વારા જાણ કરવા જણાવાયું છે.

શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે અંદાજીત 60 થી 70 ખેડૂતોનો સમાવેશ કરવામાં આવશે. નિષ્ણાંતો દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન તથા સાહિત્ય આપવામાં આવશે. આત્મા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ, નિષ્ણાંતો, પ્રાકૃતિક ખેતીના સંયોજક તથા પર્યાવરણ નિષ્ણાંતો માર્ગદર્શન આપશે. હાજર ખેડૂતોને મધૂરમ ફાઉન્ડેશન તરફથી દશ પ્રકારના દેશી શાકભાજીનું બિયારણ પણ ફ્રી આપવામાં આવશે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના અનુભવો જાણવામાં આવશે. સ્થળ પર પ્રાકૃતિક કૃષિ તથા અન્ય ઓર્ગેનિક ઉત્પાદનના વેચાણની વ્યવસ્થા પણ કરવાનું આયોજન છે. રસ ધરાવતા ખેડૂતોને આ શિબિરમાં પધારવા નામ નોંધાવવા પ્રાણજીવન કાલરીયા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text