મોરબી-ઘાંટીલા એસટી બસ રૂટ મુજબ ન ચાલતા પેસેન્જરો પરેશાન

- text


મોરબી : મોરબી ડેપોની મોરબી-ઘાંટીલા નાઈટ બસ નિયત કરેલા રૂટ પર ન ચાલતાં ઘણા ગામડાના પેસેન્જરોને પરેશાની ભોગવવી પડી હોવાની રજૂઆત અરવિંદભાઈ મગનલાલ કાલરીયાએ રાજકોટ વિભાગીય નિયામકને કરી છે.

- text

અરવિંદભાઈ કાલરીયાના જણાવ્યા પ્રમાણે ગઈકાલે તારીખ 12 માર્ચ ને મંગળવારના રોજ મોરબી ડેપોની બસ નંબર GJ-8-Z-4635 મોરબી-ઘાંટીલા નાઈટ બસ સાંજે મોરબીથી 6-10 વાગ્યે ઉપડે છે જે તેના ભાડાપત્રક મુજબના રૂટ પર ચાલવાને બદલે અન્ય રૂટ પર જતી રહેતા રૂટમાં આવતા નવી પીપળી, જુની પીપળી, બેલા, રંગપર, પાવડીયારી, જસમતગઢ વગેરે ગામના પેસેન્જરો રાહ જોતાં રહી ગયા હતા અને પરેશાન થયા હતા. હાલ બોર્ડની પરીક્ષા ચાલુ હોય વિદ્યાર્થીઓને પણ પરેશાની ભોગવવી પડી હતી. આવી રીતે અગાઉ પણ બસ અન્ય રૂટ પર ચાલી હતી. આ અંગે ફરિયાદ કરતાં જવાબ પણ યોગ્ય મળ્યો ન હતો. આ ઉપરાંત સાંજે 6-45 વાગ્યે ઉપડતી મોરબી-ધુળકોટ બસ પણ અન્ય રૂટ પર ચાલતી હોય છે. તો આ અંગે અરવિંદભાઈ કાલરીયાએ રાજકોટ વિભાગીય નિયામકને યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરી છે.

- text