મોરબી પીએમ તાલુકા શાળા નં 2ની 162 કન્યાઓએ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ લીધી

- text


મોરબી : પીએમ તાલુકા શાળા નંબર 2માં સરકારની યોજના રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો લાભ ધોરણ 6 થી 8ની 162 કન્યાઓએ લીધો હતો. માર્શલ આર્ટ ટ્રેનર પરાગ લીંબાસીયા દ્વારા કન્યાઓને ઈમરજન્સી મુશ્કેલી આવી પડે ત્યારે આત્મ રક્ષણ માટે સ્વ બચાવો કેમ કરવો તેની 36 દિવસની તાલીમ આપવામાં આવી હતી. જેમાં કોમ્બો 1, કોમ્બો 2, કરાટેના વિવિધ દાવ, આપણાથી વધુ મજબૂત, જાડા, મોટા, લાંબા વ્યક્તિ સામે આપણો સ્વ બચાવો કઈ રીતે કરવો તેની અલગ અલગ ટ્રીક શીખવી હતી. આજે આ તાલીમ પૂર્ણ કરનાર તમામ કન્યાઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ તાલીમ થકી વિદ્યાર્થીનીઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.

- text