મોરબી જિલ્લામાં ધોરણ-10ના ગણિતના પેપરમાં 220 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : એસએસસી-એચએસસીની બોર્ડની પરીક્ષાઓમાં આજરોજ ધો.10માં વિદ્યાર્થીઓ માટે કઠિન ગણાતા ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી. આજે યોજાયેલ ધો.10ની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં કુલ 220વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. આજનું પેપર એકંદરે સરળ રહેતા પરીક્ષા બાદ બાળકોના મુખ પર સ્મિત જોવા મળ્યું હતું.

- text

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10માં ગણિતની પરીક્ષા યોજાઈ હતી. મોરબી જિલ્લામાં સ્ટાન્ડર્ડ ગણિતના પેપરમાં અંગ્રેજી અને ગુજરાતી વિષયમાં કુલ 998 નોંધાયેલ વિદ્યાર્થીઓમાંથી કુલ 996 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને બે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જયારે બેઝિક ગણિતમાં બન્ને માધ્યમમાં કુલ નોંધાયેલ 10836 પૈકી 218 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 10618 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવામાં આવી હતી.જયારે સંસ્કૃતમ ગણિતમ પેપરમાં નોંધાયેલ તમામ 12 વિધાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા.

- text