મોરબીમાં આજે નવા CAA કાયદા હેઠળ 13 શરણાર્થીઓને નાગરિકતા અપાશે

- text


જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કેન્દ્ર સરકારનું જાહેરનામું અમલી બનતાની સાથે જ ઝડપી કામગીરી

મોરબી : કેન્દ્ર સરકારે અમલી બનાવેલ નવા સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ અન્વયે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં 13 પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે

- text

સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટની અધિસૂચના જાહેર થયા બાદ મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને મોરબીમાં લોન્ગ ટર્મ વિઝા પર રહેતા પાક. નાગરિકોનું સ્વાગત સન્માન કરી મોઢા મીઠા કરાવવાનો કાર્યક્રમ યોજાયા બાદ આજે 13 માર્ચ 2024 બુધવારના રોજ સાંજે 4.00 કલાકે, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જિલ્લાના અન્ય ધારાસભ્યઓની ઉપસ્થિતિમાં, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 13 શરણાર્થીઓને જિલ્લા સેવા સદન મુકામે, કલેક્ટર કચેરી ખાતે નાગરિકત્વ સર્ટિફિકેટ આપવામાં આવશે. સાથે જ લાયકાત ધરાવતા અન્ય નાગરિકોને પણ ટૂંક સમયમાં જ ભારતનું નાગરિકત્વ આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

- text