હળવદના સોનીવાડમાં ઘરને નિશાન બનાવતા તસ્કરો, રૂ.6 હજાર રોકડની ચોરી

- text


હળવદ : હળવદના સોનીવાડમાં તસ્કરોએ એક ઘરને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ આ ઘરમાંથી રૂ.6 હજાર રોકડની ચોરી કર્યાનું જાણવા મળી રહ્યું છે.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ભાવિન કિશોરભાઈ શેઠ જેઓ બે દિવસ સહ પરિવાર લગ્ન પ્રસંગે બહારગામ ગયેલા હોઈ અને આજે તેઓ ઘરે પરત ફરતા જાણવા મળેલ કે પોતાના ઘરે પાછળનો દરવાજો તોડી અને બે કબાટ તોડી છ હજાર રૂપિયા રોકડાની ચોરી થયેલ છે. આ બનાવ અંગે હળવદ પોલીસ ને જાણ કરેલ છે અને પોલીસ ફરીયાદ કરવા માટે તજવીજ હાથ ધરેલ છે

- text