મોરબીના પ્રોફેસર ડો. આશિષ બદલાણીયાને કેમિકલ એન્જી.માં શ્રેષ્ઠ કામ કરવા બદલ મળ્યો એવોર્ડ

- text


મોરબી : મોરબીની એલઇ કોલેજના પ્રોફેસર ડો. આશિષ બદલાણીયાને કેમિકલ એન્જીનીયરીંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરવા બદલ ઇન્ટરનેશનલ રોયલ ગોલ્ડન સેરેમની- બેસ્ટ એકેડમિક રિસર્ચ પ્રોજેકટ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ તેમને એકેડેમિક સેનેટ- ઇન્ટરનેશનલ રિસર્ચ કાઉન્સિલ ઓફ યુડોક્ષીયા રિસર્ચ સેન્ટર- ઇન્ડિયા એન્ડ યુડોક્ષીયા રિસર્ચ યુનિવર્સિટી-યુએસએ દ્વારા IIP – PDF રિસર્ચ પ્રોજેકટ માટે આપવામાં આવ્યો છે.

- text

આ સાથે તેમને “લાઈફ ટાઈમ ફેલો ઓફ રોયલ ગોલ્ડન એસેમ્બલી ઓફ યુડોક્ષીયા” તરીકે પણ પસંદ કરાયા હતા. આ પ્રસંગે ડૉ.આશિષ બલદાણીયાના પત્ની ચાંદની, માતા-પિતા અને મોટાભાઈ ડૉ.નિકુંજ બલદાણીયાનો તેમના પરનો વિશ્વાસ, પ્રોત્સાહન અને તેમના સપનાઓ પ્રત્યેનું સમર્થન આ માઇલસ્ટોન પ્રાપ્ત કરવામાં મહત્વનો ફેક્ટર રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ડૉ આશિષ બલદાણીયા હાલ “ઇન્ટરનેશનલ ઇનોવેશન પ્રોગ્રામ – પોસ્ટ ડૉક્ટરલ ફેલો” કરી રહ્યા છે, જ્યારે તેમણે “કેમિકલ એન્જીનીયરીંગ” માં તેમનું પી.એચ.ડી.પૂર્ણ કરેલ છે

- text