વાંકાનેરના વીડી જાંબુડિયા ગામે જુગાર રમતા ત્રણ પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીડી જાંબુડિયા ગામની સીમમાં ભેટ ચોકડી નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ભીમાભાઇ ગોવિંદભાઇ ઓળકીયા, રહે.ચુંપણી તા.હળવદ જી.મોરબી દીપભાઇ નકુભાઇ ખાચર, રહે હાલ-વીંડી જાંબુડીયા તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-રંગપર તા.વાંકાનેર જી.મોરબી અને હમીરભાઇ વાલજીભાઇ કાંજીયા રહે. વીડી જાંબુડિયા ગામ વાળાને રોકડા રૂપિયા 5100 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text