મોરબીના બેલા ગામે કારખાનામાં ચક્કર આવતા પરિણીતાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના બેલા રંગપર નજીક આવેલ જે.કે.પ્લાસ્ટિક નામની ફેકટરીમાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશ જિલ્લાના વતની નરબદીબેન કમલભાઈ પટલ્યા ઉ.30 નામના પરિણીતા ગત તા.25 ફેબ્રુઆરીના રોજ કારખાનામાં કામ કરતા હતા ત્યારે બપોરના સમયે અચાનક ચક્કર આવતા પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મધ્યપ્રદેશ ધાર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવના કાગળો મોરબી મોકલતા તાલુકા પોલિસે તપાસ શરૂ કરી છે.

- text

- text