વાંકાનેરમાં જવેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલાઓ 4.50 લાખના નાકના દાણા ચોરી ગઈ

- text


એક જવેલર્સને ત્યાંથી બે વખત અને બીજી દુકાનમાં એક વખત મળી ત્રણ-ત્રણ વખત થઇ ચોરી : સીસીટીવી સામે આવવાની સાથે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરની મુખ્ય બજારમાં આવેલ બે જવેલર્સની દુકાનમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલ છોકરીઓ અને મહિલાઓએ એક બે વખત નહીં પરંતુ ત્રણ ત્રણ વખત સોનાના કુલ મળી 205 નાકમાં પહેરવાના રૂપિયા 4.50 લાખનું કિંમતના દાણાની ચોરી કરી જતા આ ચકચારી બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરની મુખ્ય બજારમાં મોચી શેરી સામે બાલાજતી નામની જવેલર્સ પેઢી ધરાવતા ફરિયાદી યોગેશભાઈ રસિકભાઈ બારભાયા ઉ.42 રહે.દરબાર ગઢ પાસે વાંકાનેર વાળાએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમની દુકાનમાં ગત તા.26 ડિસેમ્બર 2023ના રોજ દોઢ લાખની કિંમતના 85 સોનાના નાકમાં પહેરવાના દાગીનાની કોઈ અજાણી સ્ત્રીઓ ચોરી કરી ગઈ હતી બાદમાં તા.2 ફેબ્રુઆરી 2024ના રોજ તેમના પિતા દુકાને બેઠા હતા ત્યારે ફરી એ જ સ્ત્રીઓ આવી રૂપિયા 2 લાખની કિંમતના 95 નંગ સોનાના દાણાની ચોરી કરી ગઈ હતી.

- text

દરમિયાન બાલાજતી જવેલર્સ પેઢી ધરાવતા યોગેશભાઈ રસિકભાઈ બારભાયાની બાજુમાં જ આવેલ સોની મનહરલાલ રતિલાલની દુકાનમાંથી પણ આજ અજાણી ગ્રાહકના સ્વાંગમાં આવેલ સ્ત્રીઓ દ્વારા તા.23 ફેબ્રુઆરી 2024ના રોજ 25 નંગ સોનાના દાણા કિંમત રૂપિયા 1લાખની ચોરી કરી જતા બન્ને દુકાનમાંથી થયેલ કુલ 4.50 લાખની કિંમતના સોનાના દાણા નંગ 205ની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નોંધનીય છે કે, ગ્રાહકના સ્વાંગમાં ચોરી કરતી મહિલાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોય પોલીસે બાતમીદારોને કામે લગાડી મહિલાઓને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે.

- text