તા.18ને રવિવારે મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલી યોજાશે

- text


મોરબી : મોરબી રોટરી ક્લબ દ્વારા બાળકોને ભુલાઈ ગયેલી રમતો રમાડી ફરી બાળપણની યાદો તાજી કરવા માટે તા. 18 ફેબ્રુઆરીને રવિવારે સવારે 7:30 કલાકે સ્કાય મોલ ખાતે રોટરીની ધમાલ ગલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી રોટરી કલબ આયોજિત ધમાલ ગલી કાર્યક્રમમાં બાળપણની રમતો જેવી કે લંગડી દોડ, દોરડા કુદ, આંધળો પાટો, વર્તુળનો રાજા, કોથળા દોડ, ધમાલિયો ધોકો, કેટલા રે કેટલા, નાળીયેર ફેંક, મલ કુસ્તી, ચિત્તા ચાલ, બતક ચાલ, ડબ્બા દાવ, ભમરડો, લખોટી, સાપ સીડી જેવી સ્ટ્રીટ ગેમ્સ રમાડવામાં આવશે. જેની સાથે ઝુમ્બા,ઈલેક્ટ્રો ગરબા, યોગા, લાઈવ ડીજે, સેલ્ફી ઝોન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં કોઈપણ ઉંમરની વ્યક્તિઓ ભાગ લઈ શકે છે તેમજ કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી ચુકવવાની રહેશે નહીં. આ સાથે કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહીં. તેથી મોરબીની જનતાને પોતાના પરિવાર અને મિત્રો સાથે ઉપસ્થિત રહી બાળપણની રમતો રમી ફરી બાળપણની યાદો તાજી કરવા તેમજ ધમાલ કરવા રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેરમેન બંસી શેઠ, પ્રેસિડેન્ટ સોનલ શાહ, સેક્રેટરી રવિન આશર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text