મોરબીમાં નવનિયુક્ત જિલ્લા કલેકટરે ચાર્જ સંભાળ્યો

- text


મોરબીમાં કર્મચારીઓને નિયમિત સરકારી કચેરીમાં હાજર રહેવા કલેકટરની તાકીદ

મોરબી : મોરબીના નવા જિલ્લા કલેકટર તરીકે કિરણ ઝવેરીએ ચાર્જ સંભાળી લઈ તમામ સરકારી કચરીઓના કર્મચારીઓને કચેરીમાં નિયમિત હાજર રહી સરકારી અધિકારીઓને કેન્દ્ર રાજ્યની યોજનાનો લાભ આપવા સુચના આપવામાં આવી છે.

રાજ્યના ટેક્સ વિભાગમાંથી બે દિવસ પહેલા જ મોરબી જિલ્લા કલેકટર તરીકે પદભાર સાંભળનાર બાલાસીનોરના વતની કિરણ બી.ઝવેરીએ મોરબી જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળતા જ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ મોડ ઉપર આવી જવા સૂચના આપી ઇન્ચાર્જ તરીકે રહેલા અધિકારીઓને પણ ક્યારે વારે ઓફિસમાં હાજર રહેનાર છે તે અંગેની મોબાઈલ નંબર સાથેની માહિતી પોતાની ઓફિસ પર લોકોને જાણકારી મળે તે રીતે લગાડી અને કામ કરવા તાકીદ કરી છે. અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકોને સરળતાથી મળે અને તેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા અધિકારીઓને તાકીદ કરી છે

- text

વધુમાં મોરબીના નવનિયુક્ત જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ મોરબીને સ્વચ્છ બનાવવા ઉપર ભાર મૂકી તમામ નગરપાલિકા કચરીઓને પણ અસર કારક કામગીરી કરવા ઉપર ભાર મૂકી તમામ સરકારી કર્મચારીઓને નિયમિત કચેરીમાં હાજર રહેવા તાકીદ કરી પ્રજાને પણ સહકાર આપવા જણાવી આગામી લોકસભા ચૂંટણીમાં 100 ટકા મતદાન કરવા હાકલ કરી હતી.

- text