હળવદ ગ્રામ્ય વિસ્તારમાં એક સગીરાનું અપહરણ,એકને અડપલા

- text


સગીરાને પીડિત કરવાના બે અલગ અલગ કિસ્સામાં ફરિયાદ નોંધાઈ 

હળવદ : હળવદ ગ્રામ્ય વિસ્તારમાં સગીરાઓને પીડિત કરવાના બે કિસ્સામાં હળવદ પોલીસ મથકમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે જેમાં એક કિસ્સામાં સગીરાનું અપહરણ કરનાર ઢગા વિરુદ્ધ તો બીજા કિસ્સામાં શારીરિક અડપલાં છેડતી કરનાર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

- text

પ્રથમ કિસ્સામાં હળવદ તાલુકાના રાતાભેર ગામનો આરોપી જીતેશ વરસીંગભાઇ કેરવાડીયા નામનો આરોપી સગીરાને લલચાવી, ફોસલાવી બદકામ કરવાને ઇરાદે ભગાડી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જયારે બીજા કિસ્સામા ઢવાણા ગામના અશ્વિન વજાભાઇ કોળી વિરુદ્ધ સગીરાને શારીરિક અડપલાં કરી છેડતી કરવા સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text