માળીયાના સરવડ ગામે થયેલ લૂંટ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ 

- text


મોરબી : માળીયા તાલુકાના સરવડ ગામે ગઈકાલે વહેલી સવારે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘુસી ચાર અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી ઈજાઓ પહોંચાડવા મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

માળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના સરવડ ગામે સરદારનગરમાં રહેતા જશુબેન મગનભાઇ સુરાણી ઉ.61 નામના વૃધ્ધાએ અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ ગઈકાલે વહેલી સવારના સમયે ઘરમાં ઘુસી લાકડાના ધોકા ફટકારી તેઓએ કાનમાં પહેરેલી બુટી, ચાર જોડી સાંકળા, રોકડા રૂપિયા 3700 સહિત કુલ રૂપિયા 45,700ની લૂંટ ચલાવી ફરિયાદી જશુબેન તેમજ તેમના પતિ મગનભાઈને ઈજાઓ પહોંચાડતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ આઇપીસી કલમ 394, 450 ,114 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text