મોરબીના બોરીયા પાટી વાડી વિસ્તારમાં ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતિ અંગે કલેક્ટરને રજૂઆત

- text


મોરબી : સમસ્ત બોરીયા પાટી વિસ્તારના રહેવાસીઓએ આજે મોરબી જિલ્લા કલેક્ટરને મળીને મોરબીના વોર્ડ નંબર-12માં આવેલા બોરીયા પાટી વાડી વિસ્તારમાં ચાલતા ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતિ તેમજ મંજૂર થયેલ કામ યોગ્ય ન થવા અંગે અને ભુગર્ભ ગટરના કામનો ફાઈનલ પ્લાન/ટેન્ડર કોપી/વર્ક ઓર્ડરની નકલ આપવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

બોરીયા પાટી વાડી વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ, તેમના વિસ્તારમાં છેલ્લા ચારેક મહિનાથી ભુગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામની ગુણવત્તા અત્યંત નબળી કક્ષાની છે. તેમજ પ્લાન અને વર્ક ઓર્ડર મુજબ કામગીરી કરાઈ રહી નથી. રહીશોનો આરોપ છે કે આ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેથી યોગ્ય તપાસ કરવામાં આવે. રહીશોનું કહેવું છે કે તેઓએ સુપરવાઈઝર અને કોન્ટ્રાક્ટરને અનેક વખત રજૂઆત કરીને કામનો ફાઈનલ પ્લાન/ટેન્ડર કોપી/વર્ક ઓર્ડરની નકલ આપવા જણાવ્યું છે પરંતુ તેમને એક પણ કોપી મળી નથી. તેથી રહીશોએ કામ અટકાવી યોગ્ય તપાસ કરવા અને માંગેલી તમામ કોપી આપવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. સાથે જ વોર્ડ નંબર 12ના બોરિયા પાટી વાડી વિસ્તારમાં અનેક સુવિધાનો અભાવ હોવાનું પણ જણાવાયું છે.

- text