મોરબીના હાઉસિંગ બોર્ડમાંથી 50 બોટલ દારૂ સાથે એક ઝડપાયો, એક ફરાર 

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 50 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો, આરોપીની પૂછપરછમાં દારૂ સપ્લાયરનું નામ ખુલતા એલસીબી પોલીસે બન્ને વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતો આરોપી મનોજ કિશોરભાઇ ખારેચા પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરે છે જે બાતમીને આધારે દરોડો પાડતા આરોપીના રહેણાંકમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 50 બોટલ કિંમત રૂપિયા 19,150નો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં આરોપીની પ્રાથમિક પૂછતાછમાં દારૂના આ ગોરખધંધામાં આરોપી રાહિલ અયુબભાઇ માણેકીયા રહે. વાવડીરોડ, મોરબી વાળાની સંડોવણી હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે બન્ને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text