ટંકારાના ગજડી ગામે કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા ત્રણ પકડાયા

- text


બે આરોપીઓ નાસી ગયા, પોલીસે 2.09 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

ટંકારા : ટંકારા તાલુકાના ગજડી ગામે ઘુનડા ખાનપર રોડ ઉપરથી ટંકારા પોલીસે બાતમીને આધારે કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા ત્રણ આરોપીઓને પકડી પાડી 2.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન બે આરોપીઓ નાસી ગયા હતા.

ટંકારા પોલીસ ટીમને મળેલી બાતમીને આધારે ગજડી ગામે ઘુનડા ખાનપર રોડ પર વોચ ગોઠવી જીજે – 10 – ડીઇ – 9360 નંબરની હોન્ડા અમેજ કાર અટકાવી તલાશી લેતા આરોપી ભાભલુભાઇ શાંતુભાઇ ખાચર, રહે.નોલી તા.સાયલા જી.સુરેન્દ્રનગર, જયરાજભાઇ કાળુભાઇ માંજરીયા, રહે.સીરવાણીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગર અને નાગરાજસિંહ ઘનશ્યામસિંહ વાળા, રહે. જામનગર, રામેશ્વર, રાંદલનગર, રાજશકિત પાન વાળી ગલીમાં, તા.જી.જામનગર વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 18 બોટલ કિંમત રૂપિયા 9360 મળી આવતા પોલીસે 2 લાખની કાર સહિત રૂપિયા 2,09,360નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

આ દરોડાની કાર્યવાહી દરમિયાન આરોપી રવિરાજસિંહ દાદુભા, રહે.જામનગર મચ્છોનગર અને નાગરાજસિંહ ભરતસિંહ જાડેજા રહે.જામનગર રામેશ્વર માટેલ ચોક નામના આરોપીઓ ભાગી જતા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text