મોરબીની ઓમ VVIM કોલેજમાં યોજાયો સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર

- text


મોરબી અપડેટ આયોજિત સેમિનારમાં સાયબર એક્સપર્ટ મોહિત ક્લોલા દ્વારા સાયબર ક્રાઈમ, તેનાથી બચવાના ઉપાયો અને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે કારકિર્દી સહિતના મુદ્દાઓ ઉપર અપાયું માર્ગદર્શન

મોરબી : મોરબીની ઓમ VVIM કોલેજમાં મોરબી અપડેટના સહયોગથી સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સાયબર એક્સપર્ટ મોહિત ક્લોલા દ્વારા સાયબર ક્રાઈમ, તેનાથી બચવાના ઉપાયો અને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે કારકિર્દી સહિતના મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અવનવા આયોજન કરતી ઓમ VVIM કોલેજમાં BCAના વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનારનું આયોજન મોરબી અપડેટના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ સેમિનાર મોહિત કલોલા દ્વારા લેવામાં આવ્યો હતો કે OMVVIM કોલેજનો BCA નો જ વિદ્યાર્થી છે. જેમણે અત્યાર સુધીમાં વિવિધ શાળા કોલેજોમાં 80 જેટલા સેમિનાર લીધેલા છે. આ સેમિનારમાં BCAના 90 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તબક્કે સંસ્થાના ટ્રસ્ટી નારુભા જેઠવા, સુમંત પટેલ અને કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ગડેશીયા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આજના સમયમાં વધી રહેલા સાયબર ક્રાઈમ થી સાવધ રહેવા જણાવ્યું હતું. આ સેમિનારમાં આગળના સમયમાં સાયબર સિકિયુરિટીમાં કેવા સ્કોપ છે તેની પણ વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.

- text

- text