મોરબીના આંગણે પ્રથમ વખત નિત્ય લીલા કથામૃતનું આયોજન

- text


વક્તા પદે અભિષેક લાલજી મહારાજ બિરાજમાન થશે

મોરબી : મોરબીના આંગણે સૌપ્રથમ વખત પૂજ્ય અભિષેક લાલજી મહારાજના મુખેથી હરિરાયજી મહાપ્રભુજી વિરચીત નિત્યલીલા કથામૃતનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

તારીખ 22 થી 25 ફેબ્રુઆરી સુધી મોરબીના શનાળા રોડ પર સરદારબાગ પાછળ આવેલા મધર ટેરેસા આશ્રમની બાજુમાં વલ્લભાશ્રય ખાતે નિત્યલીલા કૃષ્ણલીલા રસપાન કથામૃતનું આયોજન કરાયું છે. જેમાં દરરોજ બપોરે 3-30 થી 6-30 સુધી પુ.પા.ગો. 108 અભિષેકલાલજી મહારાજ (મથુરા-કલોલ-રાજકોટ) કથાનું રસપાન કરાવશે. આ તકે 24 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9 કલાકેથી ફુલ-ફાગ રસિયાનું આયોજન કરાયું છે. આ કાર્યના મનોરથી ગો.વા. વલ્લભદાસ મુળજીભાઈ વાગડીયા અને રંજનબેન વલ્લભદાસ વાગડીયા છે.

- text