મોરબીને મહાપાલિકા આપો અને રિવરફ્રન્ટ બનાવો : રાઘવજી ગડારાની સરકારમાં ગુહાર

- text


લાતી પ્લોટમાં રોડ-રસ્તા અને ભૂગર્ભના કામોનું ખાતમુહૂર્ત થયું પણ કામ શરૂ થયા નથી : મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રીને કરી લેખિત રજુઆત

મોરબી : મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા, રિવરફ્રન્ટ બનાવવા અને લાતી પ્લોટનું કામ શરૂ કરવા આ ત્રણ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રજુઆત કરી છે.

તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લો તરીકે છેલ્લા દશ વર્ષથી કાર્યરત છે. જીલ્લાની બધી જ કચેરીઓ મોરબી શહેરમાં આવેલી છે અને મોરબી શહેરની આજુબાજુનો સિરામિક ઔદ્યોગિક વિસ્તાર ખુબ જ ફેલાયેલો છે. જેને લીધે મોરબીની જન સંખ્યામાં ખુબ જ મોટો વધારો થયેલ છે. ખુબ જ મોટી જનસંખ્યા હોવા છતા મહાનગરપાલીકા ન હોવાના કારણે વિકાસના કામો થઈ શકતા નથી. તો મોરબી ને મહાનગરપાલીકાનો દરજજો આપવો ખુબ જ જરૂરી છે.

- text

મોરબી શહેરમાં આવેલ લાતી પ્લોટ વિસ્તારમાં ઘડીયાળના તથા ઔદ્યોગિક નાના મોટા કારખાનાઓ આવેલ છે. લાતિપ્લોટ વિસ્તારમાં ભુગર્ભ, રોડ તેમજ અન્ય વિકાસના કામો માટે અગાઉ ૨૪ કરોડ રૂપીયા મંજુર પણ થઈ ગયેલ હોય તેમજ કામ પણ અપાઈ ગયેલ હોય તેમજ વર્ક ઓર્ડર પણ મળી ગયેલ હોય રાજયના પુર્વ મંત્રી તથા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ખાતમુહુર્ત પણ થઈ ગયેલ હોય તેમ છતાં હજુ સુધી કામ ચાલુ થયેલ નથી. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની મોટી સમસ્યા હોય જેના કારણે ખુબ જ નુકશાન થાય છે. તો લાતીપ્લોટમાં તાત્કાલીક ધોરણે કામ ચાલુ કરવું ખુબ જ જરૂરી છે.

મોરબી શહેરમાં હાલ એક પણ બાગ-બગીચો સારી અવસ્થામાં ન હોય બાળકોને તેમજ શહેરીજનોને રજાના દિવસોમાં ફરવા લાયક એકપણ સ્થળ નથી. તો મચ્છુ નદી પર રીવરફન્ટ બનાવવા અગાઉ સર્વે પણ થઈ ગયેલ છે. તો રીવરફ્રન્ટનું કામ આગળ વધે તેવી શહેરીજનોની પણ રજુઆત હોય જેને ધ્યાને લઈ રીવરફ્રન્ટનું કામ આગળ વધારવામાં આવે.

- text