મોરબી સહિત રાજ્યભરની ૨ હજાર સરકારી શાળાઓને મળશે ૧૦૬૦૦ ફૂટબોલ

- text


ફીફા ફૂટબોલ ફોર સ્કુલ પ્રોગ્રામ હેઠળ ફૂટબોલનું વિતરણ અને એપ્લિકેશન વડે બાળકોને ગેમ અને લાઈફ લેશન શીખવવાની પહેલ

મોરબી : ફિફા, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન- ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે ભારતભરમાં ૧.૫ લાખ સ્કુલમાં ૧૧.૧૫ લાખ ફુટબોલ વિતરણ કરાવી ફુટબોલ અને જીવન જીવાની કળા ફીફા ફૂટબોલ ફોર સ્કુલના મોબાઈલ એપના માધ્યમથી વિદ્યાર્થીઓને પીટી ટીચર્સ અથવા કોચ દ્વારા સીખવાડવાનો નિર્ધારિત કાર્યક્રમ છે.

- text

ગુજરાતમાં આજે ૩૧ તારીખે ૩૩ જિલ્લામાં ફૂટબોલ ડીસ્ટ્રીબ્યુશન થઈ રહ્યા છે.જેમાં ફૂટબોલ ગવર્નમેંટ સ્કૂલ્સની કુલ ૨૦૬૧ સ્કુલને ૧૦૬૦૦ ફૂટબોલ આપવામાં આવશે. ઉપરાંત પ્લેયર્સને ફિફા ફૂટબોલ ફોર સ્કૂલ્સની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ફિફા ફૂટબોલ ફોર સ્કૂલ્સના એપ્લિકેશનમાં ૮ થી ૧૦ વરસના બાળકો માટે ૪૦ સેશન્સ છે. ૧૦ થી ૧૨ વરસના બાળકો માટે ૪૦ સેશન્સ છે અને ૧૨ થી ૧૪ વરસના બાળકો માટેના ત્રીજા ૪૦ સેશન્સ છે. એમ ટોટલ ૧૨૦ સેશન્સ ફૂટબોલના છે અને ૧૨૦ સેશન્સ લાઇફ સ્કિલ લેશનના છે. એક વાર ઇન્ટરનેટ થી ડાઉન્લોડ કરવાનુ રહશે એક કલાક ના શેશન માં વોર્મ- અપ. ફૂટબોલ સ્કીલ ફૂટબોલ ગેમ અને રમતા રમતા ૧ લાઇફ સ્કિલ્સ લેશનસ એક સેશનમાં છે. તેમ યાદીમાં જણાવાયુ છે.

- text