ટંકારાના ઓટાળા ગામે વાડીમાં દવા છાંટતા વૃદ્ધ શ્રમિકનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે રમેશભાઈ ભીખાભાઇ ગોલતરની વાડીમાં રહી ખેતમજૂરી કરતા કુંવરસિંગ રાયસિંગ ભાઈ કોળી ઉ.65 ગઈકાલે વાડીમાં ઉભા પાકમાં દવાનો છંટકાવ કરતા હતા ત્યારે વાડીમાં પડેલી હાલતમાં મળી આવતા તેમના પુત્ર દિલદારભાઈ જોઈ જતા સારવાર માટે ટંકારા હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text