વાંકાનેરના કોઠી ગામેથી દેશી દારૂ ભરેલી ડસ્ટર કાર ઝડપાઇ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે કોઠી ગામ નજીક વોચ ગોઠવી દેશી દારૂ ભરીને પસાર થતી ડસ્ટર કારને રોકી તલાશી લેતા આરોપી ભરતભાઈ શાંતુભાઈ ધાંધલ ઉ.40 રહે.ખાટડી, તા.ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાના કબ્જામાંથી 150 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે 3 લાખની ડસ્ટર કાર, 3000 રૂપિયાનો દેશી દારૂ તેમજ રૂપિયા 3000 નો મોબાઈલ ફોન સહિત 3.06 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text