મોરબીના બસ કંડકટર કવિની રચનાઓનો ચારણી સાહિત્યના ગ્રંથ છંદજ્યોતિ પુસ્તકમાં સમાવેશ

- text


ખાખરાળાના રામભાઈ વ્યાસની રચનાઓનો ચારણી સાહિત્યમાં સમાવેશ થતા સાહિત્ય પ્રેમીઓમાં ખુશી 

મોરબી : મોરબીના ખાખરાળા ગામના વતની અને કંડકટર તરીકે ફરજ બજાવતા રામભાઈ વ્યાસની રચનાઓનો ચારણી સાહિત્યના ગ્રંથ છંદજ્યોતિ પુસ્તકમાં સમાવેશ કરવામા આવતા સાહિત્યપ્રેમીઓમાં ખુશીની લાગણી છવાઈ છે, તાજેતરમાં મઢડાધામ ખાતે યોજાયેલા આઈ શ્રી સોનલ માતાજીના જન્મ શતાબ્દી મહોત્સવમાં આ છંદજ્યોતિ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે.

- text

તાજેતરમાં મઢડાધામ ગામે યોજાયેલા આઈ શ્રી સોનલ માતાજીના જન્મ જયંતી શતાબ્દી મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકડાયરો અને કવિ સંમેલન જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન ચારણી સાહિત્ય ગ્રુપ પિંગળ ડીગળ પાઠશાળા જૂનાગઢ સંચાલિત ભાયજીભાઈ ગઢવી દ્વારા પ્રકાશિત ચારણી સાહિત્યનું પુસ્તક છંદ જ્યોતિનું વિમોચન કરાયું હતું. આ પુસ્તકમાં મોરબી પાસે આવેલા ખાખરાળા ગામના વતની અને વ્યવસાયે એસટી બસના કંડક્ટર એવા કવિ રામભાઈ વ્યાસની સાત રચનાઓ અનુક્રમે પાના નંબર 44 થી 48 પર સમાવેશ થયો છે. આ અગાઉ પણ ચારણી સાહિત્યના છંદોદય નામના પુસ્તકમાં તેમની રચનાઓનો સમાવેશ થયો હતો. ત્યારે રામભાઈ વ્યાસે વધુ એક વખત મોરબીને ગૌરવ અપાવ્યું છે.

- text