મોરબીના લીલાપર રોડ ઉપર જુગાર રમતા ચાર પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે બપોરના સમયે બાતમીને આધારે લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ભરતભાઇ વાસુરભાઇ જારીયા, રહે.બોરીચાવાસ સબ જેલ પાછળ, મોરબી, વિજયભાઇ કાંતીભાઇ વરેચા, રહે.લીલાપર રોડ ખડીયાવાસ, મોરબી, ઉમેદભા મનુભા બાવળા, રહે.લીલાપર રોડ, ખડીયાવાસ, મોરબી અને વજુભા નાથાભા ફુંદડા રહે.ખડીયાવાસ, મોરબી વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,380 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text