મોરબીમાં પતંગની સાથે પોતે ટલ્લી થવા બિયર લઈને નીકળેલો યુવાન ઝડપાયો

- text


રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક પાસેથી પોલીસે બ્રેઝા કારમા બિયરના આઠ ડબલા સાથે યુવાનને પકડ્યો

મોરબી : મકરસંક્રાંતિએ પતંગની મજા માણવાની સાથે નશો કરવાની ફેશન વધી છે ત્યારે ગઈકાલે મોરબીમા પોલીસે બ્રેઝા કારમાં બિયરના આઠ ડબલા લઈને નીકળેલા યુવાનને ઝડપી લઈ બ્રેઝા કાર સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક પાસેથી પસાર થતી જીજે – 05 – RC – 0164 નંબરની બ્રેઝા કારને અટકાવી તલાશી લેતા આરોપી કાર ચાલક દિલીપભાઈ રૂગનાથભાઈ કાલાવડીયા ઉ.48 રહે.શક્તિ ટાઉનશીપ, નંદનવન, રવાઓર ઘુનડા રોડ વાળાના કબ્જામાંથી બર્ડ વાઇઝર બ્રાન્ડ બિયરના 8 ડબલા કિંમત રૂપિયા 1600 મળી આવતા પોલીસે રૂપિયા 4 લાખની કાર સહિત 4,01,600નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text