હળવદના ટિકર નજીક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યા પ્રકરણમાં ફરિયાદ નોંધાઇ

- text


જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયાની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધ્યો

હળવદ : હળવદ તાલુકાના ટિકર ગામ નજીક આવેલ રણની ઢસી પાસેથી ત્યજી દીધેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા આ મામલે જિલ્લા પંચાયત સદસ્યની ફરિયાદને આધારે પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટિકર ગામે આવેલ રણની ઢસી નજીકથી બે દિવસ પૂર્વે નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયાએ હળવદ પોલીસને જાણ કરી ફરિયાદી બનતા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text