વિદ્યાર્થીઓને ઔદ્યોગિક મુલાકાત સાથે ઉત્તરાયણની ઉજવણી કરતું દેવ સોલ્ટ 

- text


મોરબી : ઉદ્યોગની સાથે સામાજિક જવાબદારી નિભાવતા મોરબી જિલ્લાના અગ્રણી નમક ઉત્પાદકે દેવસૉલ્ટ કંપની દ્વારા ઉતરાયણ પર્વની બાળકો સાથે અનોખી ઉજવણી કરી બાળકોને ઔદ્યોગિક એકમની મુલાકાત કરાવી રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

માળીયાની દેવસોલ્ટ કંપની દ્વારા ગઈકાલે મકર સંક્રાંતિ પર્વે માળીયા ખાતે આવેલી માસુમ વિદ્યાલયના ધોરણ 5થી 8ના બાળકોને ઔદ્યોગિક મુલાકાત કરાવી મીઠું એટલે કે નમકનું ઉત્પાદન કેવી રીતે થાય છે તે અંગે માહિતગાર કરી રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરી વિજેતા બાળકોને પારિતોષિક એનાયત કરી તમામને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું આયોજન કંપનીના જોઈન્ટ ડાયરેક્ટર કરણસિંહ ઝાલાના નેતૃત્વમાં જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજા, વિવેક ઘૃણા, ભુપસિંહ જાડેજા, અંદારામ બેનીવાલ, સામત સવસેટા અને રાજેશ પરમાર સહિતના સ્ટાફે કર્યું હતું.

- text

- text