મિતાણા ચોકડીએ વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે પકડાયા, એક ફરાર

- text


ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ટંકારા તાલુકાના મિતાણા ગામની ચોકડી નજીકથી આરોપી વિપુલસિંહ દસરથસિંહ જાડેજા અને હરદીપસિંહ શક્તિસિંહ જાડેજા રહે.બન્ને વિરવાવ ગામ, તા.ટંકારા વાળાઓને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 900 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા વિદેશી દારૂની આ બોટલ આરોપી રવિરાજસિંહ જગતસિંહ જાડેજા રહે.વિરવાવ ગામ વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text