મોરબીના ચાચાપર નજીક મોબાઈલમા વાત કરતા કરતા છત ઉપરથી પડી ગયેલા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના ચાચાપર નજીક આવેલ એકતા પોલીપેક નામના કારખાનામાં કામ કરતો દિલીપ રાજકુમાર સહાની ઉ.23 નામનો યુવાન ગઈકાલે લેબર કવાટર્સની છત ઉપર મોબાઈલમાં વાતો કરતો હતો ત્યારે ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text