મોરબીના લીલાપર રોડ ઉપર રહેણાંકમાંથી 41 બોટલ દારૂ ઝડપાયો

- text


મોરબી : મોરબીનાએ લીલાપર રોડ ઉપર આવેલ પ્રજાપત સોસાયટીમાં એલસીબી પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી એક શખ્સને વિદેશી દારૂની 41 બોટલ સાથે ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે લીલાપર રોડ ઉપર આવેલ પ્રજાપત સોસાયટીમાં આરોપી જગદીશભાઈ સામતભાઈ સાવધારના રહેણાંક મકાનમાં બાતમીને આધારે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 41 બોટલ કિંમત રૂપિયા 25,310નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text