હળવદ શહેર ભાજપ અને તેના પાંચ મોરચાના હોદ્દેદારોની વરણી

- text


કિસાન,બક્ષીપંચ,અનુ.જાતિ,મહિલા અને યુવા મોરચાના પ્રમુખ,ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષના નામ જાહેર

હળવદ : મોરબી જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જીલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી,ઝોનના મહામંત્રી જેઠાભાઇ મીયાત્રા તેમજ શહેર ભાજપના પ્રભારી આનંદભાઈ સેટાએ પરામર્સ કરી હળવદ શહેર ભાજપના હોદ્દેદારો ઉપરાંત શહેરના કિસાન,બક્ષીપંચ,અનુ. જાતિ,મહિલા અને યુવા મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

જેમાં શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે જતીનભાઈ રાવલ,ગીરીશભાઈ પરમાર,રાજેશભાઈ વાઘોડિયા,જયભાઈ ઠક્કર,વિજુબેન રબારી અને દાનાભાઈ કણઝરીયા તેમજ મંત્રી તરીકે ચંદુભાઈ દલવાડી, જશુબેન ઝાલા,સતિષભાઈ સનુરા,ઘનશ્યામભાઈ તારબુંદીયા, મંજુબેન ધામેચા અને દેવાભાઈ ભરવાડ,ખજાનચી તરીકે મુક્તાબેન લાડવાણી અને કાર્યાલય મંત્રી તરીકે મુકેશભાઈ આચાર્યની નિમણૂક કરવામાં આવી છે.

જ્યારે શહેર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકે સંદીપભાઈ પટેલ,મહામંત્રી તરીકે જગદીશભાઈ કણજરીયા અને બે ઉપપ્રમુખ,ચાર મંત્રી અને કોષાધ્યક્ષ ની નિમણૂક કરવામાં આવી છે,તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે ભાવનાબેન પટેલ,મહામંત્રી તરીકે હીનાબેન મહેતા અને બે ઉપપ્રમુખ,ચાર મંત્રી તેમજ સાધ્યક્ષની નિમણૂક અપાઈ છે. સાથે જ હળવદ શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે હરીશભાઈ ઝાલા,મહામંત્રી તરીકે હરેશભાઈ પરમાર અને બે ઉપપ્રમુખ, ચાર મંત્રી અને કોત્સાધ્યક્ષને નિમણુક અપાઈ છે.

- text

જ્યારે હળવદ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે અરવિંદભાઈ દલવાડી,મહામંત્રી તરીકે અશોકભાઈ પ્રજાપતિ અને બે ઉપપ્રમુખ પ્રમુખ,ચાર મંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. તેમજ હળવદ શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકે જયદીપભાઇ રબારી,મહામંત્રી તરીકે મહાવિર ઠાકર,બે ઉપપ્રમુખ,ચાર મંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે‌.

પાંચેય મોરચામાં નિમણૂક પામેલ નવ નિયુક્ત હોદ્દેદારોને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી,જિલ્લા યુવા મહામંત્રી તપનભાઈ દવે,નયનભાઈ દેત્રોજા, શહેર ભાજપના મહામંત્રી ડો. અનિલભાઈ પટેલ,રમેશભાઈ ભગત, તાલુકા યુવા પ્રમુખ હિતેશભાઈ લોરીયા,જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ પટેલ સહિતનાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text