શિસ્ત સાથે છાત્રોના સર્વાંગી વિકાસમાં મોખરાનું સ્થાન ધરાવતી એન.જી મહેતા સ્કૂલનો રસપ્રદ ઇતિહાસ

સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં એક સમયે એડીમિશન લેવા વિદ્યાર્થીઓ પડાપડી કરતા પણ 2012થી 8મુ ધોરણ પ્રાથમિક શિક્ષણમાં સમાવેશ અને ખાનગી સ્કૂલો વધતા આ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઉતરોતર ઘટી

મોરબી : મોરબીમાં 80ના દાયકામાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટે સામાકાંઠે ભડિયાદ રોડ પર નઝરબાગ રેલવે સ્ટેશનથી આગળ સરકાર સાથે સંલગ્ન કરી સાયન્સ, આર્ટસ, કોમર્સ એમ ત્રણ અલગ અલગ કોલેજ શરૂ કર્યા બાદ આ સામાકાંઠાના ઘણા બધા આર્થિક રીતે પછાત વિસ્તારોના શ્રમજીવીઓના બાળકો પ્રાથમિક શિક્ષણ પછી હાઇસ્કુલ દૂર હોય કે આર્થિક કારણોસર આગળ ભણી શકતા ન હોવાથી આ ટ્રસ્ટે ત્રણ કોલેજની બાજુમાં ધો.8થી 10ની એકદમ નોર્મલીન ફી સાથે ગત તા. 4/2/1985માં સરકાર સંલગ્ન એન.જી. મહેતા હાઇસ્કુલ ખોલી તે વખતે પ્રથમ ટીચર અને આ સ્કૂલના સર્વેસવા તરીકે વિધાબેન સોલકીની નિમણૂક કરી પણ તેમને એકલે હાથે વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભણતા કરવાનું કામ શક્ય ન હોય તે વખતે લાલજીભાઈ મહેતા મદદે આવી થોડાક વિદ્યાર્થીઓથી શરૂ કર્યા બાદ 1987 માં બગથળાના પ્રિન્સિપાલ ટી.એમ.પંડ્યાની કાયમી પ્રથમ પ્રિન્સિપાલ તરીકે આ સ્કૂલમાં નિમણૂક પછી બધા જ વિષયોના શિક્ષકો આવી જતા શરૂઆતથી શિક્ષકો અને પ્રિન્સિપાલે શાળામાં કડક અને શિસ્તપ્રિય શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ કરવાનો લક્ષ્ય રાખીને શિક્ષણ આપતા 1989 પછી વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી વધી કે, વધુ વર્ગો ચાલુ કરવા પડ્યા હતા.

એન.જી.મહેતા સ્કૂલના હાલ નિવૃત શિક્ષક પણ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન અને સમાજ તેમજ ગુજરાતી વિષયમાં બહુ ઊંડું જ્ઞાન ધરાવતા 70 વર્ષીય અવચરભાઈ બરાસરાએ જણાવ્યું હતું કે, તેઓ પહેલવા બગથળાની હાઈ સેકેન્ડરી સ્કૂલમાં શિક્ષક હોય પણ આ સ્કૂલ બંધ થતા તેઓને એન.જી.મહેતા સ્કૂલના પ્રિન્સિપાલ ટી.એમ.પડ્યાએ 88ની સાલમાં તે સ્કૂલમાં બોલાવી અને અગાઉ જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જે જે પ્રવૃત્તિઓ કરતા એ તમામ પ્રવૃત્તિઓ અહીં પણ કરવાની શરતે ટ્રસ્ટ અને સરકારમાં દરખાસ્ત કરી કાયદેસરની નિમણૂક કર્યા બાદ કોઈ ન લેતા એવા સંસ્કૃત વિષ્યનું જ્ઞાન આપવાની સાથે અમે બધા શિક્ષકો મળી દરરોજ અડધી કલાકના આઠ પિરિયડ, એમાં એક પિરિયડ રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓ માટે ફાળવી દર અઠવાડિયામાં એકવાર 25 માર્ક્સની પરીક્ષા, દર શનિવારે યોગો પ્રાણાયમ સહિતનો વ્યાયા, વૃક્ષારોપણ, સફાઈ, તેમજ જુદી જુદી વસ્તુઓ રિસેસમાં વિદ્યાર્થીઓને ખાવા માટે ભંડોળ ચાલુ કરી તેમાંથી નફો થતો તેની અવકથી ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરી દેતા, આ સ્કૂલ આખા શહેરની શાન બની ગઈ હોય ઘણા બધા વિદ્યાર્થીઓ તે વખતે તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ રમત ગમતમાં ઝળકતા હતા.

જ્યારે ત્રબંક પંડ્યા 87ની સાલમાં પ્રિન્સિપાલ બન્યા બાદ તરત તેઓએ શાળા શરૂ થાય એ પહેલાં બધા જ વર્ગોના વિદ્યાર્થીઓને હોલમાં બેસાડી તેઓ તેમજ શિક્ષકો સાથે બેસીને રોજ નવી નવી પ્રાર્થના ગવડાવતા અને વિદ્યાર્થીઓ પાસે સુવિચારો પણ ફરજીયાત બોલાવતા આ ઉપરાંત તેઓ ચાલુ વર્ગમાં ઇન્સ્પેશન કરીને ચેક કરતા આથી તે વિસ્તારોના ઘણા બધા વિદ્યાર્થીઓ જાતે શિક્ષણ મેળવવા માટે સ્કૂલે આવતા થયા અને 89ની સાલ બાદ તો એવો તબબકો આવ્યો કે સ્કૂલની ક્ષમતાની બહાર 500 જેટલા વિદ્યાર્થીઓ આવતા થયા, બોઇસ અને ગર્લ્સની સાથે સ્કૂલ હોય ગર્લ્સ પણ મોટા પ્રમાણમાં આવતી, સામાકાંઠાના જ નહીં મોરબી શહેર 1ના ઘણા વિદ્યાર્થીઓ ત્યાંની એ સમયે સૌથી મોટી વીસી હાઇસ્કુલ, દોશી હાઇસ્કુલ, બોઇઝ, ગર્લ્સ સ્કૂલ નજીક હોવા છતાં દૂર પડતી આ એન.જી.મહેતા સ્કૂલમાં એડીમિશન લીધું હતું. નિવૃત શિક્ષક વિદ્યાબેન સોલકી અને વીણાબેન ચૌહાણ કહે છે કે, તેઓ એ સ્કૂલમાં અંગ્રેજી, ગુજરાતી અને સમાજ વિષ્યનું જ્ઞાન આપતી પણ તે વખતે ત્યાંની પ્રાંથમીક શાળાઓમાંથી આવતા વિદ્યાર્થીઓમાં પાયાનું શિક્ષણ ન હોવાથી તેઓ એકડે એકથી એટલે સ્પેલીગ, કક્કો, બારખડી તેમજ ગણિત, વિજ્ઞાના વિષયના શિક્ષક કે.પી. દવે અને સાવસેટા પાયાનું શિક્ષણ તેમજ જે તે ધોરણનું પણ પદ્ધતિસરનું શિક્ષણ આપતા હતા. તે વખતે જાડેજા નામના શિક્ષક આવ્યા એ બહુ જ કડક હોવાથી વિદ્યાર્થીઓ ચાલુ વર્ગે બગાસું ખાતા હોય કે, છીંક ખાતા હોય તો તેને ઉઠબેસ કરાવતા હતા. તેની પાછળનો તેમનો હેતુ એ હતો કે, પોતે જે ગહનતાથી ભણાવે એ વિદ્યાર્થીઓ સારી રીતે ગ્રહણ કરે અને વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં કેન્દ્રિત થાય એવો એમનો હેતુ હતો. જો કે શિક્ષકોએ કોઈ વિદ્યાર્થીઓને પનીશમેન્ટ કરી હોય તો પણ ત્યારે કોઈપણ વાલીઓ અમારી પાસે મારા દીકરાને કેમ માર્યો તેવી ફરિયાદ લઈને આવતા જ નહીં. કદાચ વિદ્યાર્થીઓ ફરિયાદ કરી હોય તો પણ ઉલટાના માતાપિતા એને ઠમઠોરે તેમજ ખીજાય પણ એવી અમારી શાળાના બહેતર શિક્ષણની વાલીઓમાં શાખ હતી.

સ્કૂલના પાયાના પથ્થર ગણાતા આ પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો અને 2012 પહેલા અને બાદમાં એક પછી નિવૃત્ત થઈ જતા પ્રવૃત્તિઓ બંધ થઈ તેમજ ધો.8નો પ્રાથમિક શાળામાં સમાવેશ થતા અને નવી બીજી અનેક ખાનગી સ્કૂલો શરૂ થતાં હવે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. હાલના પ્રિન્સિપાલ દિપાલીબેનની થોડા મહિના પહેલા નિમણૂક થઈ હોય અગાઉ તેઓ ટંકારા પંથકમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેમાં તેમને હવે બેસ્ટ શિક્ષિકા તરીકે એવોર્ડ મળ્યો છે અને આથી તેઓ પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે.