હળવદની ટીકર ચોકડી નજીક ટ્રેક્ટરની ટ્રોલીમાંથી પડી જતા શ્રમિકનું મૃત્યુ 

- text


હળવદ : હળવદ તાલુકાના જોગડ ગામની સીમમાં ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના જાબુંઆના વતની ખુમાનભાઇ રાલુભાઇ ડોડીયાર ઉ.35 નામના ખેત શ્રમિક પોતાના બનેવી શંભુભાઇ મગનભાઇ કટારા સાથે ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને જતા હતા ત્યારે ટીકર ચોકડી નજીક ખુમાનભાઇ રાલુભાઇ ડોડીયાર ટ્રોલીમાંથી પડી જતા ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text