મોરબી – હળવદ હાઇવે ઉપર ઓટો રીક્ષામાથી વિદેશી દારૂ ઝડપાયો

- text


મોરબી : મોરબી – હળવદ હાઇવે ઉપર આંદરણા નજીકથી મોરબી તાલુકા પોલીસે ઓટો રીક્ષામાં વિદેશી દારૂના જથ્થાની હેરફેર કરતા બનાસકાંઠા જિલ્લાના શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસને મળેલી બાતમીને આધારે વોચ ગોઠવી મોરબી – હળવદ હાઇવે ઉપર આંદરણા નજીકથી જીજે – 24 – ડબ્લ્યુ – 8142 નંબરની રીક્ષામા વિદેશી દારૂની હેરફેર કરતા આરોપી ભરતસિંહ અભેસિંહ વાઘેલા રહે.વડા, તાલુકો. કાંકરેજ, જિલ્લો. બનાસકાંઠા વાળાને 27,600ની કિંમતની 92 બોટલ વિદેશી સાથે ઝડપી લઈ એક લાખની રીક્ષા સહિત કુલ 1,27,600ના મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text