ટ્રક – ટ્રાન્સપોર્ટરોની હડતાળ સમેટાઈ, મોરબી સિરામિક ઉદ્યોગને હાશકારો

- text


કડક કાયદો અમલી બનાવતા પહેલા ટ્રાન્સપોર્ટરોને વિશ્વાસમાં લેવાની સરકારની ખાતરી

મોરબી : નવા હિટ એન્ડ રનના કાયદામાં 10 વર્ષની કેદ અને લાખો રૂપિયાના દંડની જોગવાઈ સામે વિરોધમા દેશવ્યાપી હડતાળ ઉતરેલા ટ્રક ટ્રાન્સપોર્ટરોને કેન્દ્ર સરકારે કાયદો અમલમાં મુકતા પહેલા વિશ્વસમાં લેવાની ખાતરી આપતા હાલમાં હડતાળ સમેટાઈ ગઈ હોવાનું મોરબી ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે જાહેર કર્યું છે.

કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાની જોગવાઈમાં લાખો રૂપીયાના દંડ સાથે દસ વર્ષ સુધીની કેદની જોગવાઈ કરવામાં આવતા દેશના ટ્રક ટ્રાન્સપોર્ટર એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરી ટ્રક, ટેન્કરના પૈડાં થંભાવી દેતા જીવનજરૂરી ચીજવસ્તુઓના પરિવહનને અસર પડી છે. બીજી તરફ આજે કેન્દ્ર સરકારે ઓલ ઇન્ડિયા મોટર કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી આ કાયદાના અમલ પૂર્વે ટ્રાન્સપોર્ટરોને વિશ્વાસમાં લેવાની ખાતરી આપતા આજે મોડી સાંજે આ હડતાળ સમેટી લેવામાં આવી છે.

- text

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા મોટર કોંગ્રેસ દ્વારા સતાવાર રીતે હડતાળ સમેટવાનું જાહેર કરતા મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટરો રાબેતા મુજબ લોડિંગ શરૂ કરાવી દીધું છે. નોંધનિય છે કે હડતાળને પગલે આજે સાંજ મોરબીમાં ટ્રકની અછત જોવા મળી હતી પરંતુ હડતાળ સમેટાઈ જતા સિરામિક ઉધોગે હાશકારો અનુભવ્યો છે.

- text