મોરબીના ગિડચ ગામે ફેકટરીમાં આગ લાગતા એક કરોડનું નુકસાન

- text


પોલીસને જાણ કરાતા તપાસ હાથ ધરાઈ, એફએસએલ માટે પણ કાર્યવાહી 

મોરબી : મોરબીના ગિડચ ગામે ફેકટરીમાં આગ લાગતા એક કરોડનું નુકસાન થયાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગિડચ ગામે ડીએમકે પાર્ટીકલ બોર્ડ એલએલપી નામના કારખાનામાં બે દિવસ અગાઉ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ પણ હાથ ધરી છે. કારખાનેદાર જગદીશભાઈ પ્રભુભાઈ જાકાસણીયાના જણાવ્યા મુજબ ફેકટરીમાં કોઈ કારણોસર આગ લાગવાને કારણે અનેક મશીનરીઓ બળી ગઈ છે. 35 ટન માલ સળગી ગયો છે. સાથે 1500 તૈયાર શીટ પણ બળી ગઈ છે. અંદાજે એક કરોડ જેટલું નુકસાન થયું છે. હાલ આ બનાવને લઈને તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

- text

- text