મોરબીમાં બાર એસોશિએશનની ચૂંટણીના રિકાઉન્ટીગમાં ઉપપ્રમુખ તરીકે તેજસ દોશી બે મતે જીત્યા

- text


થોડા દિવસ પહેલાની ચૂંટણીની મતગણતરીમાં વાંધો ઉઠાવતા રિકાઉન્ટીગમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું

રિકાઉન્ટીગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉદયસિંહ જાડેજાને પણ વિજેતા જાહેર કરાયા

મોરબી : મોરબી બાર એસોસિએશનના હોદેદારોની તાજેતરમાં ચૂંટણી યોજાયા બાદ પરાજિત ઉપપ્રમુખના દાવેદારે આ બાર એસોશિએશનના ઉપપ્રમુખની મતગણતરી સામે વાંધો ઉઠાવી ફરીથી ઉપપ્રમુખ પદ અને જોઈન્ટ સેક્રેટરીની મતગણતરીની માંગ કરતા મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત બાર એસોશિએશનના ઉપપ્રમુખ પદ માટે રિકાઉન્ટીગ થતા આખું પરિણામ બદલાયું હતું અને વાંધો ઉઠાવનાર તેજસ દોષી બે મતે ઉપપ્રમુખ પદે વિજેતા થયા હતા અને જોઈન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજાને વિજેતા જાહેર કરાયા છે.

- text

મોરબી બાર કાઉન્સિલ એસોસિએશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મોરબી બાર. એસો.ના ઉપપ્રમુખના ઉમેદવાર તેજશકુમાર દોશીએ ચૂંટણી કમિશનર અને મોરબી વકીલ મંડળને રજુઆત કરીને જણાવ્યું હતું કે, તાજેતરમાં મોરબી બાર એસો.ની ચૂંટણી યોજાઈ હતી અને જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારો ચૂંટાયા હતા.આ ચૂંટણીમાં તેઓ ઉપપ્રમુખના દાવેદાર હોય તેમને 209 મત અને સામેના ઉમેદવારને 212 મત મળતા માત્ર 3 મતનો તફાવત છે. એટલે તેમને વધુ મત મળે એમ હોવાથી ઉપપ્રમુખ તરીકે જીતી શકે એવો વિશ્વાસ વ્યક્ત કરી આ ઉપપ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરીની ફરીથી મતગણતરીની માંગ કરી છે. જેના પગલે ગત 30 ડિસેમ્બરે હોદેદારો અને સભ્યોની હાજરીમાં ઉપપ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરીના મતોનું રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઉપપ્રમુખની મતગણતરીમાં ગોલમાલ થયાનું બહાર આવતા આખું પરિણામ જ બદલાયું હતું અને અગાઉ ઉપપ્રમુખ બનેલા પ્રકાશ વ્યાસને મત ઘટીને 210 થતા તેમજ સામે તેજસભાઈ દોશીને કુલ 212 મત થવાથી તેઓ બે મતે ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા અને જોઈન્ટ સેકેટરી તરીકે ઉદયસિંહ જાડેજા વિજેતા જાહેર થયા હતા. તેમ ચૂંટણી અધિકારી રાજેશભાઈ બદ્રકિયા, ભાવેશભાઈ ભટ્ટ અને જયભાઈ પરીખે જણાવ્યું હતુ.

- text