મોરબીની ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે 6 અને 7 જાન્યુઆરીએ કેન્સર નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી.સી. મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ મોરબી ખાતે આગામી તારીખ 6 અને 7 જાન્યુઆરીના રોજ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

દર બે માસે રેગ્યુલર યોજાતો 185 નંબરના આ કેમ્પ આગામી તારીખ 6 જાન્યુઆરીના રોજ સાંજે 4 થી 7 વાગ્યે અને 7 જાન્યુઆરીના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનાર આ કેમ્પના દાતા સ્વ. રેશ્માબેન અને સ્વ. રીતેષભાઈના આત્મ શ્રેયાર્થે સ્વ. સરોજબેન પ્રફુલભાઈ ઉમિયાશંકર દોશી હસ્તે મેહુલભાઈ દોશી પરિવાર છે. આ કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાત ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) દર્દીઓને વિનામૂલ્યે તપાસી યોગ્ય માર્ગદર્શન આપશે. કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈને મો.નં. 9537099219 પર નોંધાવી આપવા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વી. શાહે જણાવ્યું છે.

- text