બગથળા ગામના સ્નેહમિલનમાં દીકરીઓએ ગીતાના શ્લોક આધારિત અંતાક્ષરીએ સૌને મંત્રમુગ્ધ કર્યા

- text


મોરબી : ગત તારીખ 31 ડિસેમ્બર ને રવિવારના રોજ બગથળા ગામના મોરબીમાં રહેતા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમમાં બગથળા ગામની દીકરીઓએ શ્રીમદ ભગવત ગીતાના શ્લોક પર અંતાક્ષરી રમીને હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

31 ડિસેમ્બરે બગથળા ગામના મોરબીમાં રહેતા પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ લોકોને ગીતાના શ્લોક પર અંતાક્ષરીના કાર્યક્રમે આકર્ષિત કર્યા હતા. બગથળા ગામની દીકરીઓએ શ્રીમદ ભગવત ગીતાના શ્લોક પર અંતાક્ષરી રમીને હાજર પરિવારજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં બગથળા ગામની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અને માતાઓએ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી મહાભારતના ગીત, ગરબા અને સાથે બાળકોએ દેશભક્તિ ગીત, ગુજરાતી બાળગીત, ગીતા સંદેશ પર કૃતિઓ રજૂ કરી હતી. આમ બગથળા ગામના આ સ્નેહમિલન કાર્યક્રમમાં બાળકોમાં રહેલા ભારતીય સંસ્કૃતિના જીવન મૂલ્યોના દર્શન થયા હતા.

- text

- text