મોરબીમાં કાર આંતરી યુવાન ઉપર હિચકારો હુમલો કરી રિવોલ્વર બતાવી : 10 સામે ગુન્હો દાખલ

- text


કાર સહિતના વાહનોથી પીછો કરી યુવાનની કારને 10 જેટલા શખ્સો આંતરી પાઇપ સહિતના હથિયારો સાથે તૂટી પડયા અને રિવોલ્વર દેખાડીને જાનથી મારી નાંખવની ધમકી આપી

મોરબી : મોરબીમાં જાણે કાયદો વ્યવસ્થા અને પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ તલવાર, છરી, ધોકા પાઇપ સાથે 10 જેટલા શખ્સોએ આંતક મચાવ્યો હતો. જેમાં અગાઉ પાર્કિગ મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી કાર, સહિતના વાહનોથી 10 શખ્સોએ પીછો કરી યુવાનની કારને આંતરી ઘાતક હથિયારો સાથે હુમલો કરી રિવોલ્વર બતાવી ધમકી આપ્યાની ગંભીર ઘટના બની હતી. આ હિચકારા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલાં કારમાં સવાર યુવાન અને તેના સાથીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. પોલીસે આ બનાવમાં ત્વરિત એક્શન લઈ 10 હુમલાખોરો સામે ફરિયાદ રાયોટિંગ સહિતની કલમો સાથે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના સબજેલ સામે આવેલ રબારીવાસમાં રહેતા સંજયભાઈ જેમલભાઈ મોરી ગતરાત્રે આઠ વાગ્યાની આસપાસ તેમની ઓફિસમાં સફાઈ કામ કરતા કરણભાઈ મકવાણા સાથે પોતાની કારમાં ઘરે પરત આવી રહ્યા હોય ત્યારે શનાળા રોડ ઉપર બાળકોની સાગર હોસ્પિટલવાળી શેરીમાં બે કાર તથા સ્કૂટર સહિતના વાહનોમાં દેવ કુંભારવડીયા અને તેના મિત્રોએ પીછો કરી સંજયભાઈની કાર આંતરીને ઉભી રાખવી હતી. અને અગાઉ પાર્કિગ મુદ્દે થેયલી બોલાચાલી ખાર રાખી દેવ હકાભાઈ કુંભારવાડીયા રહે.કેનાલ રોડ મોરબી, વિશાલ ડાંગર રહે ગામ ખાખરાળા, અમીત ડાંગર, નાગદાન બોરીચા,અંકીત, જીતુ, તીર્થ જયસુખભાઈ કેલા તથા ત્રણ અજાણ્યા શખ્સોએ સંજયભાઈની કારને નુકશાન કરી લોખંડના પાઈપ તથા લાકડાના ધોકાઓ તથા છરી વડે હુમલો કરી સંજયભાઇના માથાના પાછળના ભાગે ગંભીર ઇજા તથા શરીરે મુંઢ ઈજા પોહંચાડી તેમજ કરણભાઈને મુંઢ ઈજા પોંહચાડી બધા મળી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાદ દેવ કુંભારવાડીયાએ તેની રિવોલ્વર તરફ ઈશારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલા સમયે આજુબાજુના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો પોતાની કાર અને બાઈક સ્થળપર જ મૂકીને ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવાનોને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે. પોલીસે આ ગંભીર બનાવમાં ત્વરિત એક્શન લઈ ઇજાગ્રસ્ત સંજયભાઈની ફરિયાદના આધારે 10 આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, હુમલા સહિતની ગંભીર કલમો સાથે ગુન્હો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

- text

- text