આગામી તા.7મીએ હળવદના ગોલાસણ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 

- text


ચબૂતરાના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામે આગામી તારીખ 7 જાન્યુઆરીના રોજ ચબૂતરાના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ગોલાસણ યુવા ગ્રુપ દ્વારા ચબૂતરાના લાભાર્થે ગોલાસણ ગામે 7 જાન્યુઆરી ને રવિવારે સવારે 9:30 કલાકે ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનાર ટીમ માટે ₹2500 એન્ટ્રી ફી રાખવામાં આવી છે. વિજેતા ટીમ, રનરઅપ ટીમ અને મેન ઓફ ધ સિરીઝને ઇનામો અને ટ્રોફી આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં એકત્રિત થતી રકમ ગામમાં ચબૂતરાના નિર્માણ પાછળ વાપરવામાં આવશે.

- text