મોરબીના આલાપ પાર્કમાં પુજીત અક્ષત કળશના આગમન પ્રસંગે ધર્મસભા યોજાઈ

- text


આલાપ પાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા પુજીત અક્ષત કળશ યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું

મોરબી : અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનું આલાપ સોસાયટીમાં ભવ્ય સામૈંયું અને સ્વાગત કરવામાં આવ્યું હતું, આ તકે, આર્ય નરેશજીએ ભગવાન રામના જીવન કવન વિશે પોતાની આગવી અને ભાવવાહી શૈલીમાં વાતો કરી હતી,

આગામી 22,જાન્યુઆરીએ અયોધ્યા ખાતે યોજાનાર ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં આનંદ અને ખુશી જોવા મળી રહી છે, વર્ષોની પ્રતિક્ષા બાદ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થયું છે ત્યારે અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ સમગ્ર આલાપ પાર્કના રામભક્તો દ્વારા ભવ્યાતિભાવ્ય ઢોલ ત્રાસા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બાળાઓ દ્વારા સામૈયુ પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અક્ષત કળશને વાજતે ગાજતે શિવ મંદિર ખાતે સર્વે ભક્તો તેના દર્શન અને પૂજનનો લાભ લઇ શકે એ માટે સ્થાપન કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે હિમાચલ પ્રદેશના પનોતા પુત્ર અને સમગ્ર ભારતમાં ભ્રમણ કરી આર્ય સંસ્કૃતિનું જ્ઞાન પીરસતા આર્ય નરેશજીની ધર્મસભાનું યોજાઈ હતી.આ ધર્મસભામાં આર્ય નરેશજી એ ભગવાન રામના જીવન કવન વિશે પોતાની આગવી અને ભાવવાહી શૈલીમાં વાતો કરી હતી, ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત આલપવાસીઓને ગાયત્રી મંત્રનું અર્થ સભર ગાન કરાવ્યું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તમામ આલાપવાસીઓ અને કમિટીના કાર્યકર્તાઓ, હોદેદારોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

- text