હળવદમાં વિદેશી દારૂના બે દરોડામાં એક ઝડપાયો, બે નામચીન ફરાર

- text


દિવ્યપાર્ક અને લક્ષ્મીનારાયણ ચોક પાસે દરોડામા દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો

હળવદ : હળવદ શહેરના દિવ્યપાર્ક અને લક્ષ્મી નારાયણ ચોકમાં મોરબી એલસીબી અને સ્થાનિક પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડા પાડતા એક શખ્સ ઝડપાયો હતો જ્યારે બે નામચીન શખ્સ હાજર નહિ મળી આવતા ફરાર જાહેર કરી દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાયો હતો.

હળવદમાં વિદેશી દારૂ અંગેના પ્રથમ કેસમાં સ્થાનિક પોલીસે દિવ્યપાર્ક 1મા દરોડો પાડી આરોપી વિનોદ કરશનભાઇ ચૌહાણના મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 8450 કબ્જે કરી હતી. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં મોરબી એલસીબી ટીમે લક્ષ્મી નારાયણ ચોક પાસે જોશીફળીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી ધવલ નરેન્દ્રભાઈ શુકલને વિદેશી દારૂની 4 બોટલ તેમજ બિયરના 21 ટીન મળી 3300ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. જો કે, દરોડા દરમિયાન હળવદનો નામચીન પંકજ ચમનભાઈ ગોઠી રહે.કણબીપરા વાળો હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text