મોરબી બાર એસોશિએશનનો રસાકસી ભર્યો ચૂંટણી જંગ શરૂ 

- text


નવી ટર્મના પ્રમુખ માટે 4 ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર

મોરબી : મોરબી બાર એસોસિએશનના હોદેદારોની ટર્મ પુરી થતા આજે 22 ડિસેમ્બરે મોરબી બાર એસોસિએશનની નવી ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોની ચૂંટણીનો જંગ શરૂ થયો છે. જેમાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો, ઉપપ્રમુખ માટે 2 ઉમેદવારો, સેક્રેટરી માટે 2 ઉમેદવારો અને જોઈન્ટ સેક્રેટરી માટે 3 ઉમેદવારો તેમજ કારોબારી સભ્ય માટે 6 ઉમેદવારો મેદાનમાં છે.

મોરબી બાર એસોસિએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે આજે સવારથી લોકશાહી ઢબે મતદાન શરૂ કરવામાં આવ્યું છે અને આ ચૂંટણી માટે કુલ 530 જેટલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અને ચૂંટણી અધિકારી તરીકે રાજેશ બદ્રખિયા, ભાવેશ ભટ્ટ, જય પરીખ ફરજ બજાવી રહ્યા છે. પ્રમુખ પદ માટે દિલીપભાઈ અગેચણિયા, જીતેન્દ્રસિંહ જાડેજા, પ્રાણલાલ માનસેતા અને દેવજીભાઈ પરમાર વચ્ચે કાંટે કી ટક્કર થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

- text

 

- text