- text
મોરબી : ખગોળશાસ્ત્ર મુજબ વર્ષના કેટલાક દિવસ ખાસ વિશેષતા ધરાવે છે. આવી વિશેષતા ધરાવતો એક દિવસ છે ૨૨મી ડિસેમ્બર. દિવસ અને રાત એક સામાન્ય પ્રક્રિયા છે, ક્યારેક દિવસ લાંબો હોય છે તો ક્યારેક રાત લાંબી હોય છે. આજે તા. 22 ડિસેમ્બર, 2023 છે. આજનો દિવસ એટલે કે 22 ડિસેમ્બરને ‘‘વિન્ટર અયન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં શિયાળાની ઋતુ દરમિયાન, ઉત્તર ધ્રુવ સૂર્યથી દૂર જાય છે, જ્યારે દક્ષિણ ધ્રુવ નજીક આવે છે. તેથી, ઉત્તરીય ગોળાર્ધમાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે, જ્યારે તેનાથી વિપરીત, દક્ષિણ ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકા જેવા દક્ષિણ ગોળાર્ધના દેશોમાં ઉનાળો શરૂ થશે.
- text
એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન દિવસનો પ્રકાશ ફક્ત 7 કલાક અને 14 મિનિટ માટે જ દેખાશે. આ દિવસે વર્ષનો સૌથી ટૂંકો દિવસ પણ જોવા મળશે. અન્ય દિવસોની સરખામણીમાં પ્રકાશ ઓછો પડે છે પૃથ્વીના અક્ષીય ઝુકાવને કારણે, આ દિવસે દિવસનો પ્રકાશ અન્ય દિવસોની તુલનામાં ઓછો થાય છે. શિયાળાના અયનકાળ દરમિયાન ઉત્તર ગોળાર્ધ સૂર્યથી સૌથી વધુ દૂર નમેલું હોય છે. આ કારણોસર, વિશ્વના આ ભાગમાં ખૂબ ઓછો સીધો સૂર્યપ્રકાશ પહોંચે છે. તેની અસર દિવસો ટૂંકા અને રાત લાંબી થવામાં જોવા મળે છે.
- text