મોરબી નજીક રાજસ્થાની ટ્રક ચાલકનું ટ્રકની કેબિનમાં જ બેભાન અવસ્થામાં મૃત્યુ

- text


મોરબી : મોરબીના લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે આવેલ ગણેશ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ટ્રક પાર્ક કરીને ટ્રકની કેબિનમાં સુતેલા રાજસ્થાની ટ્રક ચાલક ચુનારામ સોનારામ ચૌધરી ઉ.45 ગત તા.19ના રોજ પોતાના ટ્રકની કેબિનમાં બેભાન અવસ્થામાં મળી આવતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text