નર્મદા બાલઘર દ્વારા શરુ કરેલ નવી ટેકનોલોજીના કોર્ષમાં સર્ટિફિકેટનું વિતરણ

- text


મોરબી : નર્મદા બાલઘર દ્વારા ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવે છે. જેવી કે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ડિજિટલ ડ્રોઈંગ, કરીકયુલમ(સાયન્સ), કોડિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, ડ્રોન તથા ૩ડી પ્રિન્ટિંગ વગેરે શીખવવામાં આવે છે.

- text

3ડી પ્રિન્ટરના પ્રવાહમાં હાલ ૩૦,૦૦૦ બાળકો જોડાયેલા છે. જેમાં પ્રથમ બેચ પુરી થતા તેમાં આવનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને તેમને શીખવા દરમ્યાન બનાવેલ વસ્તુ આપવામાં આવી હતી. વિદ્યાર્થી તેમજ મોરબીના લોકો માટે હજી જાન્યુઆરી મહિના સુધી આ તમામ કોર્ષ ફ્રી શીખવવામાં આવશે, તો મોરબીના લોકોને આ ઉત્તમ તકનો લાભ લેવા અપીલ કરાઈ છે. આ માટે નર્મદા બાલઘર, નગનાથ શેરી, દરબાર ગઢ પાસે, મોરબી મો. નં. : ૯૯૦૯૩ ૩૧૩૫૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

- text